માતાજીની પધરામણી – Home Padhramni Expression of Interest

Host Responsibilities:
માતાજીની પધરામણી દરમ્યાન નીચેની મર્યાદા (ઓછામાં ઓછી) જાળવવી.
1) માતાજીની પધરામણી અને પ્રસંગ દરમ્યાન “જય ઉમિયા”, “જય માતાજી”, “જય અંબે”… બોલવાનો આગ્રહ રાખવો.
2) માતાજીને ઘરના અગ્રગણ ઘણીને માની સેવા કરવી. દરેક દેવ, દેવી કે ગુરુનુ સન્માન જાળવવું.
3) પધરામણી વખતે ઘર સ્વચ્છ રાખવું, સાત્વિક ભોજન આરોગવું. માંસ-મદિરા, ઈંડા, પાન મસાલા અને ગુટખા ખાવી નહીં.
4) પૂજા-પાઠ દરમ્યાન સનાતન ધર્મને શોભે એવા કપડાં પહેરવા. કોઈ શોર્ટ્સ પહેરવા નહીં.
5) માતાજીની આરતી, પ્રસાદ, સ્તુતિ અને શકય હોયતો ભજન કે માતાજીના જુદા-જુદા અવતાર અને ધામ વિષે વાત કરવી.
6) આરતી (જય આઘ્યાશક્તિ…) અને સ્તુતિ (વિશ્વંભરી…) ગાયીને કે વગાડીને કરવી.
7) બહેન-દીકરીઓએ સમય મર્યાદાનું ધ્યાન રાખવું.
8) ચૈત્ર અને આસો નવરાત્રિની ઉજવણી કરવી કે ઉજવણીમાં જોડાવવું.
9) પધરામણી સમયે શ્રધ્ધા-ભક્તિથી દાન, સેવા કે હાજરી આપવી.
10) શક્ય હોયતો પાડોશી કે મિત્રમંડળને માતાજીના દર્શન અને સેવાનો લાવો આપવો.
11) કૃપા કરીને સૂચનાઓનું પાલન કરવું.

Maintaining Protocols: The host is responsible for ensuring all required protocols for managing the Mataji Murti are followed throughout the registration period
Registration: Once your booking is confirmed, you will be requested for submitting the payment.
Financial Contribution : Minimum Contribution $251. All Financial Contributions received will be used for the Temple Sankalp .